NPCI દ્વારા UPI ટ્રાન્ઝેક્શન પર નવો MDR માળખું લાગુ થવાનું છે, ગ્રાહકો માટે રાહતના સમાચાર
New UPI Rules October 15 2026 હેઠળ દેશમાં UPI પેમેન્ટ સિસ્ટમમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ, NPCI અને કેન્દ્ર સરકાર આગામી 15 ઓક્ટોબર, 2026થી Merchant Discount Rate (MDR) સંબંધિત નવા નિયમો અમલમાં મૂકવાની તૈયારીમાં છે.
આ ફેરફારની સૌથી મોટી વાત એ છે કે સામાન્ય ગ્રાહકોના ખિસ્સા પર તેની કોઈ સીધી અસર નહીં પડે, પરંતુ મોટા વેપારીઓએ ચોક્કસ ટ્રાન્ઝેક્શન પર ચાર્જ ચૂકવવો પડશે.

ગ્રાહકો પર શું અસર?
રજૂ કરાયેલા નિયમો અનુસાર, સામાન્ય ગ્રાહકો માટે UPI પેમેન્ટ સંપૂર્ણપણે મફત રહેશે. વ્યક્તિ-થી-વ્યક્તિ (P2P) ટ્રાન્સફર હોય કે દુકાનમાં QR કોડ સ્કેન કરીને કરેલી ખરીદી, ગ્રાહક પાસેથી કોઈ પણ પ્રકારની UPI ફી લેવામાં આવશે નહીં. એટલે કે રોજિંદા વ્યવહારો કરતા સામાન્ય લોકોને આ નિયમથી ચિંતા કરવાની જરૂર નથી.
વેપારીઓ માટે શું બદલાશે?
નવા માળખા મુજબ મોટા વેપારીઓએ ₹2,000થી વધુના UPI પેમેન્ટ પર MDR ચૂકવવો પડશે, જ્યારે ₹2,000 સુધીના વ્યવહારો પર 0% MDR યથાવત્ રહેશે. આ ચાર્જને વેપારીના વ્યવસાયિક ખર્ચ તરીકે ગણવામાં આવશે, અને ગ્રાહક પાસેથી UPI ફીના નામે વધારાની રકમ વસૂલવા પર પ્રતિબંધની જોગવાઈ પણ સામેલ છે.
₹2,000થી વધુના પેમેન્ટ પર કેટલો ચાર્જ?
માહિતી મુજબ, ₹2,000થી વધુના વ્યવહારો પર 0.4% ચાર્જ લાગુ થશે. ઉદાહરણ તરીકે ₹3,000ના પેમેન્ટ પર ₹12, ₹4,000 પર ₹16, ₹5,000 પર ₹20 અને ₹50,000 પર ₹200 જેટલો ચાર્જ થશે. જોકે ₹75,000 કે તેથી વધુના પેમેન્ટ પર મહત્તમ ₹300ની Cap રાખવામાં આવી છે, એટલે ₹1 લાખ કે ₹5 લાખના મોટા પેમેન્ટ પર પણ વેપારીને ₹300થી વધુ ચૂકવવાનો રહેશે નહીં.
નાના વેપારીઓ માટે શું નિયમ?
નાના વેપારીઓ અને શેરી વિક્રેતાઓ માટે અલગ રાહત આપવામાં આવી છે. જે વ્યવસાયો દર મહિને UPI મારફતે કુલ ₹1 લાખ સુધીનું પેમેન્ટ મેળવે છે, તેમને P2PM શ્રેણીમાં રાખવામાં આવ્યા છે અને તેમના માટે MDR 0% રહેશે એવો દાવો કરવામાં આવ્યો છે.
રેલવે, વીમા, પેટ્રોલ પંપ વગેરે માટે અલગ નિયમ
રેલવે, ટેલિકોમ, વીમા પ્રીમિયમ, ઇંધણ, વીજળી, પાણી અને PNG બિલ જેવી સેવાઓ માટે અલગ વ્યવસ્થા રાખવામાં આવી છે. આ ક્ષેત્રોમાં ₹2,000થી વધુના પેમેન્ટ પર 0.4%ના બદલે ₹5નો ફ્લેટ ચાર્જ લાગશે, જ્યારે ₹2,000થી ઓછા પેમેન્ટ પર ચાર્જ શૂન્ય રહેશે તેવી માહિતી છે.
તુલનાત્મક રીતે જોઈએ તો, ક્રેડિટ કાર્ડ પર MDR સામાન્ય રીતે 1.5%થી 2.5% અને ડેબિટ કાર્ડ પર 0.90% સુધી હોવાનું જણાવવામાં આવ્યું છે, જેની સરખામણીમાં UPI MDR ઘણો ઓછો રહેશે.
New UPI Rules October 15 2026 લાગુ થયા બાદ આગામી સમયમાં આ નિયમોનો વાસ્તવિક અમલ કેવો રહે છે તેના પર સૌની નજર રહેશે.